પદ્ધતિસર આયોજન
દરેક કોર્સનું આયોજન એ રીતે કરવામાં આવે છે કે તમને દર વખતે ખબર હોય કે આગળ શું કરવાનું છે. કોર્સના દરેક પ્રુષ્ઠ પર એક સાર પૂરું પાડતુ બોક્સ જોવા મળશે, જે તમારી પ્રગતિનો ટુંકો સાર દર્શાવશે. જ્યારે તમે કોર્સમાં નોંધણી કરાવી હશે ત્યારે તમે કોઈપણ અગાઉના પગલા પર ફરી વખત જઈ શકો છો.
ડાઉનલોડ કરી શકાતુ અભ્યાસ સાહિત્ય
જે રીતે ઇશ્વરે આપણી સાથે વાત કરવા લખાણનું માધ્યમ અપનાવ્યું છે, તેવી જ રીતે Through the Scriptures એક વાંચન- આધારિત શાળા છે. દરેક કોર્સ Truth for Today ની કોમેન્ટ્રી શ્રેણીના વોલ્યુમ પર આધારિત છે. ડિજીટલ માધ્યમ દ્વારા પુરા પાડવામાં આવતા દરેક વોલ્યુમ, સમગ્ર કોર્સ દરમિયાન તમારા “અભ્યાસ સાહિત્ય” તરિકે કામ કરે છે અને કોર્સ પુર્ણ થયા પછી આ સાહિત્ય તમે હંમેશા માટે તમારી પાસે રાખી શકો છો! પ્રથમ કોર્સ ઈસુનું જીવન, ભાગ ૧ ના અભ્યાસ સાહિત્ય માંથી નાનો નમુનો ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો.
અભ્યાસ સાહિત્યનો નમુનો ડાઉનલોડ કરો
અભ્યાસ માર્ગદર્શિકા
અભ્યાસ સાહિત્ય પાંચ વાંચન વિભાગમાં વિભાજીત કરવામાં આવ્યુ છે અને દરેક વિભાગ પછી એક પરિક્ષા લેવામાં આવશે. પરિક્ષાની તૈયારીમાં તમારી મદદ કરાવા માટે, દરેક વાંચન વિભાગ સાથે અભ્યાસ માર્ગદર્શિકા પુરી પાડવામાં આવી છે જેથી તમે દરેક વિભાગના મુખ્ય શબ્દો અને વિચારો જાણી શકો. ઈસુનું જીવન, ભાગ ૧ માંથી પ્રથમ અભ્યાસ માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો.
અભ્યાસ માર્ગદર્શિકાનો નમૂનો ડાઉનલોડ કરો
અભ્યાસ સહાય
અમુક કોર્સમાં વધારાના ડાઉનલોડ કરી શકાતા નકશા અને ચાર્ટ સામેલ હોય છે જે તમે અભ્યાસ કરો ત્યારે ઉપયોગી હોય છે. ઈસુનું જીવન, ભાગ ૧ માંથી એક અભ્યાસ સહાય ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો.
નમુનાની અભ્યાસ સહાય ડાઉનલોડ કરો
પરિક્ષા
આમાં પાંચ વિભાગ પરિક્ષા અને એક અંતિમ, વ્યાપક પરિક્ષા હોય છે અને તમે દરેક પરિક્ષા તમારી અનુકુળતા પ્રમાણે આપી શકો છો. તમે નિચેના નમુનામાં જોઈ શકો છો, તે પ્રકારના દરેક પરિક્ષામાં આશરે 50 જેટલા પ્રશ્નો હોય છે. પરિક્ષાના ગ્રેડ આપવામાં આવે છે અને તમે પરિક્ષા પુર્ણ કરો ત્યારબાદ તુરંત પરીણામ જણાવામાં આવે છે.