અમારા લેખકો વિશે

 


એડી ક્લોર

એડી ક્લોર સિયરસી, અરકાનસાસની હાર્ડિંગ યુનિવર્સિટી;  ઓક્લાહોમા શહેરની ઓક્લાહોમા ક્રિશ્ચિયન યુનિવર્સિટી; અને મેમ્ફિસના ટેનેસીમાં હાર્ડિંગ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ રિલિજીઅનમાં ભણ્યા છે. તેઓ B.A., M.Th. અને D.Min. ની ડિગ્રી ધરાવે છે. તેમના ડિઝર્ટેશનનો મુખ્ય વિષય ઇવાન્જેલિસ્ટિક (લોકોને ખ્રિસ્તી ધર્મ તરફ વાળવા માટેનો પ્રચાર) પ્રચારનો હતો. પંદર વર્ષની ઉંમરથી પ્રચાર કરવાનું શરૂ કરીને ચાલીસ વર્ષ કરતા વધુ સમય સુધી તેઓએ ગોસ્પેલનો પ્રચાર કર્યો છે અને ક્લાર્ક્સવિલે, હોટ સ્પ્રીંગ્સ, બ્લાઈથવીલે અને અરકાનસાસનામાં મંડળોને સેવા આપી છે. તેમણે અમેરીકાનાં પાત્રીસ સ્ટેટ તથા ઇંગ્લેન્ડ, સિંગાપુર, યુક્રેઇન, અને ભારત સહિત અન્ય કેટલાક દેશોમાં 850 કરતાં વધુ ગોસ્પેલની બેઠકમાં ઉપદેશ આપ્યા છે. ક્લોર, હાર્ડિંગ યુનિવર્સિટીમાં બાઇબલ અને તેના પ્રચાર વિશે ભણાવે છે. 1981 થી ક્લોર પ્રચારકો અને શિક્ષકો માટે એક માસિક પ્રકાશન Truth for Today નું સંપાદન અને પ્રકાશન કરે છે. 1990 માં, વિશ્વનાં બાઇબલ સ્કૂલના શિક્ષકો અને હ્યુસ્ટન ટેક્સાસના ક્રાઇસ્ટ ચેમ્પિયન્સ ચર્ચની મદદથી તેમણ્રે Truth for Today શરૂ કર્યું હતું. તેમનો વર્ણનાત્મક બાઇબલ અભ્યાસ 140 કરતા વધુ દેશોમાં લગભગ 40,000 પ્રચારકો અને શિક્ષકોને મદદ કરે છે.
Eddie Cloer

સેલર્સ એસ. ક્રેઇન, જુનિયર

ડૉ. સેલર્સ એસ ક્રેઇન, જુનિયર પચાસ વર્ષથી શિક્ષણ આપે છે, પ્રચાર કરે છે અને લ્યુઇસિયાના, એલાબામા, કેન્ટુકી અને ટેનેસીનાં મંડળોમાં સેવા આપે છે. એલાબામાની એથેન્સ સ્ટેટ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ ક્રેઇન, એલાબામા ક્રિશ્ચિયન સ્કૂલ ઓફ રિલિજીઅન (હવે એમ્બ્રિજ યુનિવર્સિટી) અને લુથર રાઇસ સેમિનરીની માસ્ટર ડિગ્રી ધરાવે છે. તેમણે તેમની D.Min. ની ડિગ્રી ડીયરફીલ્ડ, ઇલિનોઇસમાં ટ્રિનિટી ઇવાન્જેલિકલ ડિવાઈનિટી સ્કૂલ (હવે ટ્રિનિટી ઇન્ટરનેશનલ યુનિવર્સિટી) માંથી મેળવી હતી. ક્રેઇન ટેનેસી પબ્લિક સ્કુલ સિસ્ટમ અને બાઇબલિકલ અભ્યાસની ઘણી શાળાઓમાં શિક્ષક તરીકે રહ્યા છે અને મેડિસન, ટેનેસીમાં ગ્યુઇન, અલાબામા અને મિડ-સાઉથ સ્કુલ ઓફ બાઇબલિકલ સ્ટડિઝમાં સ્કુલ ઓફ વર્લ્ડ ઈવેન્જેલિઝમ માટે ડિરેક્ટર તરીકે ફરજ બજાવી હતી. તેમણે યુક્રેઇન, ગ્રીસ, પેરુ અને પનામામાં પણ ભણાવ્યું છે અને અગિયાર દેશોમાં ત્રેવીસ ધર્મપ્રચારક પ્રવાસો કર્યા છે. કુશળ લેખક ક્રેઇન 1,500 કરતાં વધુ લેખો અને સાડત્રીસ કોર્સ પુસ્તકોના લેખક છે. તેમના લેખો ગોસ્પેલ એડવોકેટ અને પાવર ફોર ટુડે સહિત વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયા છે. પાંચ વર્ષ સુધી તેમણે ગોસ્પેલ એડવોકેટ કમ્પેનિયન– વાર્ષિક પુખ્ત પાઠ વિશે કોમેન્ટરી લખી હતી. તેઓએ વર્લ્ડ ઇવેન્જલિસ્ટ માં બોર્ડને સેવા આપી છે અને 21 મી સદીના ખ્રિસ્તી ધર્મ માટે જુનિયર અને સિનિયર ઉચ્ચ બાઇબલ વર્ગનું સાહિત્ય સંપાદિત કર્યું છે.

વધુમાં, તેમણે અસંખ્ય વ્યાખ્યાનો, ગોસ્પેલની બેઠકો અને ખાસ પ્રસંગો પર વ્યાખ્યાન કરેલ છે. તેમના વ્યાખ્યાન રેડિયો અને ટેલિવિઝન કાર્યક્રમમાં પણ પ્રસારિત કરવામાં આવ્યા છે.

સેલર્સ અને તેમના પત્ની વેન્ડાએ 1961 માં લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ બાળકો અને ચાર પૌત્ર છે.

Sellers S. Crain, Jr.

અર્લ ડી એડવર્ડસ

ડૉ. અર્લ ડી એડવર્ડસે તેમનું જીવન ઈશ્વરની સેવામાં, ધર્મપ્રચારક સંસ્થાની સેવામાં, અને  વિદ્વત્તા મેળવવામાં સમર્પિત કરયું છે. તેઓ સેન્ટ્રલ ક્રિશ્ચિયન કોલેજ (હવેની ઓક્લાહોમા યુનિવર્સિટી ઓફ સાયન્સ અને આર્ટ્સ) માં ભણ્યા હતા અને તેમણે ડેવિડ લિપ્સ્કોમ્બ કોલેજ માંથી કોમ્યુનિકેશન્સમાં B.A. ની ડિગ્રી મેળવી હતી. તેમણે M.Th. ની ડિગ્રી, હાર્ડિંગ ગ્રેજ્યુએટ સ્કૂલ માંથી અને D.Miss. ડીયરફીલ્ડ, ઇલિનોઇસની ટ્રિનિટી ઇવાન્જેલિકલ ડિવાઈનિટી સ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું. એડવર્ડસે 1952 થી પ્રચાર કરવાનું શરૂ કર્યું હતું અને કેન્સાસ, આર્કાન્સાસ, સિસિલી, ફ્લોરેન્સ અને ઇટાલી (1960-1976) માં મિનિસ્ટર તરીકે ફરજ બજાવી હતી. તેમણે ગોસ્પેલ એડવોકેટ, સ્પિરિચ્યુઅલ સ્વોર્ડ, અને અન્ય સામયિકો માટે લખ્યું છે અને તેઓ પ્રોટેક્ટિંગ અવર “બ્લાઇન્ડ સાઈડ” ના લેખક છે.  એડવર્ડસે 1976 થી 1977 સુધી ધર્મ પ્રચારક સંસ્થાના મુલાકાતી પ્રાધ્યાપક તરીકે હાર્ડિંગ યુનિવર્સિટીમાં ભણાવ્યું છે. 1982 માં તેમણે ફ્રીડ-હાર્ડમેન યુનિવર્સિટી ખાતે બાઇબલ શીખવવાનું શરૂ કર્યું હતું જ્યાં 1991 થી 1993 સુધી સ્કૂલ ઓફ બાઇબલિકલ સ્ટડીઝના ડીન તરીકે અને 1989 થી 2008 સુધી બાઇબલમાં સ્નાતક અભ્યાસના ડિરેક્ટર તરીકે ફરજ બજાવી હતી. તેઓ તેમના ઉત્કૃષ્ટ શીક્ષણ માટે ફ્રીડ-હાર્ડમેન દ્વારા ધણી વખત સન્માનિત કરવામાં આવ્યા છે. 1998 માં ઓક્લાહોમા ક્રિશ્ચિયને તેમને કોલેજ ઓફ બાઇબલિકલ સ્ટડિઝ માટે એલ્યુમનસ ઓફ ધ યરનું ઈનામ આપ્યું હતું. 2004 માં, તેમને વાર્ષિક FHU વ્યાખ્યાતા પર એપ્રિશિએશન ડિનરમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.

એડવર્ડસે 1953 માં ગ્વેનડોલિન હોલ સાથે લગ્ન કર્યા હતા જેઓ 1986 માં મૃત્યુ પામ્યા હતા. તેઓને ટેરી અને કરેન નામક બે બાળકો, અને આઠ પૌત્રો છે. એડવર્ડસે લોરા યંગ સાથે 1988 માં બીજા લગ્ન કર્યાં હતા.

Earl D. Edwards

વિલિયમ ડબલ્યુ ગ્રાશમ

ડો. વિલિયમ ડબલ્યુ ગ્રાશમ ટેક્સાસ, કેલિફોર્નિયા, એરિઝોના, જર્મની અને સ્કોટલેન્ડમાં સાઇઠથી વધું વર્ષથી પ્રચાર કરી રહ્યા છે. તેમણે 1962 માં BA અને 1968 માં MA ની ડિગ્રી પેપરડાઇન યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી  અને 1975 માં M.Div  ની ડિગ્રી અબિલેને ક્રિશ્ચિયન યુનિવર્સિટીમાંથી મેળવી હતી. 1985 માં તેમને સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ એબરડિન દ્વારા Ph.D ની ડિગ્રી આપવામાં આવી હતી જેમાં ડિઝર્ટેશનમાં તેમણે ધ ડેડ સી સ્ક્રોલ્સનાં લેખક, તેવા કુમરાન સમુદાયની પ્રકૃતિનો અભ્યાસ કર્યો હતો. 1975 થી 1978 સુધી, ગ્રાશમ અને તેમનું કુટુંબ કેઈસરસ્લાઉટર્ન, જર્મની ખાતે રહ્યા હતા જ્યાં તેમણે એક અમેરિકન લશ્કરી મંડળ માટે પ્રચાર કર્યો હતો. તેમનું શિક્ષણ ચાલુ રાખી શકે તે માટે એબરડિન, સ્કોટલેન્ડ ગયા હતા. ત્યાં તેમણે લોર્ડ્સ ચર્ચના એક સ્થાનિક મંડળને સ્થાપિત કરવા માટે મદદ કરી હતી. ગ્રાશામે જેરૂશાલેમની હિબ્રૂ યુનિવર્સિટીમાં પોસ્ટ ડોક્ટરલનો અભ્યાસ કર્યો હતો અને ઇઝરાયેલ ખાતે ટેલ ડોરમાં પુરાતત્વ વિભાગમાં પણ ભાગ લીધો હતો. પંદર વર્ષ સુધી તેમણે ટેક્સાસના ડલ્લાસમાં, સેંટર ફોર ક્રિશ્ચિયન એજ્યુકેશન ખાતે જુના તથા નવા કરાર  અને બાઇબલ વિશે થિયોલોજીના કોર્સ ભણાવ્યા છે. તેઓ 2005 માં નિવૃત્ત થયા પરંતુ સ્નાતક વિદ્યાર્થીઓ માટે બાઇબલ અને પુરાતત્વ અને જુના કરારમાં ગોસ્પેલ પર પરિસંવાદો પ્રસ્તુત કરવાનું ચાલુ રાખ્યું છે.

તેમને અને તેમના પત્ની એલેનોરને આશીર્વાદરુપે ચાર બાળકો, સત્તર પૌત્રો અને અગિયાર પરપૌત્રો છે.

William W. Grasham

ડેટોન કીસી

ડેટોન કીસી અબિલેને ક્રિશ્ચિયન યુનિવર્સિટીના સ્નાતક છે અને ઇન્ડિયાનાપોલિસ, ઇન્ડિયાનાની બટલર યુનિવર્સિટીમાંથી તેમણે MA કર્યું હતું. તેઓ ભાષા અને પરામર્શનો પણ અભ્યાસ કરી રહ્યાં છે. તેમણે ઇન્ડિયાના, લ્યુઇસિયાના, ટેક્સાસ અને ઓક્લાહોમામાં સંપૂર્ણ સમયના પ્રચારક તરીકે સેવા આપી છે અને આફ્રિકાનાં નાઇજીરીયમાં બાઇબલની તાલીમ શાળાઓ અને પ્રચાર પરિસંવાદો કર્યા છે. તેમના શિક્ષણ અને ધર્મ પ્રચારક કાર્ય માટે તેઓ કેનેડા, યુક્રેન, ભારત, દક્ષિણ આફ્રિકા, ટ્રિનીદાદ અને રશિયા પણ ગયા છે. એકવીસ વર્ષ સુધી તેઓ લબ્બક, ટેક્સાસની સનસેટ સ્કૂલ ઓફ પ્રિચિંગ (હવે સનસેટ ઈન્ટરનેશનલ બાઇબલ ઈન્સ્ટિટયુટ) ખાતે પ્રશિક્ષક રહ્યા હતા. આ સમય દરમિયાન તેમણે ઓછામાં ઓછા પાંત્રીસ સ્ટેટમાં ગોસ્પેલની બેઠકો, નેતૃત્વ વર્કશોપ, ક્રિશ્ચિયન હોમ સેમિનાર અને શિક્ષક-તાલીમ કોર્સ હાથ ધર્યા હતા. એક વર્ગખંડ શિક્ષક તરીકે બ્રધર કીસનું કાર્ય સનસેટ સેટેલાઈટ સ્કુલમાં કાર્યક્રમ તરીકે વિસ્તરણ પામ્યું, જ્યાં ખ્રિસ્તી હોમ અને બુક ઓફ યમિર્યા પર તેમના ટેપ કરેલાં કોર્સ બતાવવામાં આવે છે. એક લેખક તરીકે, તેમણે વર્ક્સ ઓન રિસ્ટોરેશન રિવાઇવલ: ધ વે (બેક) ટુ ગોડ, હિબ્રૂ: અ હેવનલિ હોમિલિ, અ રિ-ઈવેલ્યુશન ઓન એલ્ડરશિપ, ટિચર ટ્રેનિંગ ટૂલ્સ, અ ક્રોનોલોજીકલ સર્વે ઓફ ધ ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને ધ ચર્ચિસ ઓફ ક્રાઇસ્ટ ડ્યુરિંગ ધ સિવિલ વોર પ્રકાશિત કર્યા છે.

તેમને અને તેમની પત્ની રૂથને ત્રણ બાળકો છે: હવાઈમાં ડીટા સિમેઓના, અલાસ્કામાં ટોંજા રેમ્બોવ, અને ટેક્સાસમાં ડેરેન કીસી.

Dayton Keesee

જય લોકહાર્ટ

જય લોકહાર્ટ મૂળ વેસ્ટ વર્જિનિયા વતની છે, તેઓ ફ્રીડ-હાર્ડમેન યુનિવર્સિટી અને લિપ્સકોમ્બ યુનિવર્સિટીમાં ભણ્યા છે જયાંથી તેમણે બાઇબલમાં B.A.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે હાર્ડિંગ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ રિલિજીઅનમાંથી નવા કરારને મુખ્યત્વ રાખી M.A.ની ડિગ્રી મેળવી છે. તેમણે ટ્રિનિટી થિયોલોજિકલ સેમિનરી ખાતે ચર્ચ વહીવટમાં અદ્યતન અભ્યાસ પૂરો કર્યો છે. લોકહાર્ટે ટાયલર, ટેક્સાસમાં ત્રેવીસ વર્ષ સુધી પલ્પિટ મિનિસ્ટર(વ્યાસપીઠ પ્રધાન) તરીકે ફરજ બજાવી હતી અને હવે બેન્ટન, કેન્ટુકીના ચર્ચમાં સેવા આપે છે. તેમણે ટેલિવિઝન અને રેડિયો કાર્યક્રમો યોજ્યા છે અને કેટલાક  ખ્રિસ્તી પ્રકાશનો માટે લેખ પણ લખ્યા છે. તેઓ 1997 થી ફ્રીડ-હાર્ડમેન યુનિવર્સિટીનાં ટ્રસ્ટી બોર્ડમાં સેવા આપે છે. લોકહાર્ટ અને તેની પત્ની આર્લેનને ત્રણ બાળકો અને છ પૌત્રો છે.
Jay Lockhart

જૅક મૅકકિન્ને (Jack McKinney)

જોન (જેક) ટી. મેકકિન્ને ૧૯૨૭માં સ્વીની, ટેકસાસમાં જન્મ્યો હતો. શાળા પૂરી કર્યા પછી (૧૯૪૪), બીજા વિશ્વયુદ્ધના આખરી દિવસોમાં તેણે પેસેફીકમાં, યુએસ નેવીમાં સેવા કરી હતી. પોતાની જવાબદારીની મુસાફરી પછી તેણે એબીલીન, ટેકસાસની એબીલીન ક્રિશ્ચિયન કોલેજમાંથી જર્મનમાં સ્નાતક ડીગ્રી મેળવી હતી (૧૯૪૯). તેણે હેઈડેલબર્ગની યુનિવર્સીટીમાં જર્મન શીખ્યો અને પેરીસમાં ફ્રેન્ચ ભાષા શીખ્યો હતો.

યુએસ પરત ફર્યા પછી, જેક ટેકસાસના ઓસ્ટીન અને સેનએન્જેલોમાં મંડળી સાથે કામ કર્યું, અને યુનિવર્સીટી ઓફ ટેકસાસમાં જર્મન શીખવવા માટે સહાયક શિક્ષક હતો. પછીથી તેણે એબીલીન ક્રિશ્ચિયન કોલેજમાં ફ્રેન્ચ અને જર્મની ભાષા શીખવતો હતો (૧૯૫૨-૧૯૫૫). તેણે જર્મનીના ફેન્ડફર્ટ અને ચેમનિત્ઝમાં અને સ્વીત્ઝરલેન્ડના ઝૂરીચમાં સેવા કાર્ય શરૂ કર્યું. જેમ એબીલીન ક્રિશ્ચિયન કોલેજમાં પરત આવ્યો જ્યાં તેણે ગ્રીકમાં અનુસ્તાનતક ડિગ્રી પૂરી કરી (૧૯૬૬). તે સમયગાળા દરમાયાન તે ટેકસાસના ટ્રેન્ટમાંના ચર્ચ ઓફ ક્રાઈસ્ટમાં ઉપદેશ કરતો હતો. પછી તેનું કુટુંબ ઝુરીચ સેવાકાર્ય માટે પાછું ફર્યું (૧૯૬૬- ૧૯૭૪). તે સમયના અંત તરફ, જેકે હેઈડેલબર્ગમાંની પેપ્પરડાઈન યુનિવર્સીટીમાં બાઈબલ શિક્ષક તરીકે સેવાઓ આપી. પછીના લગભગ વીસ વર્ષો સુધી, જેક આર્કાનસાસના સિઅર્સીની હાર્ડિંગ યુનિવર્સિટીમાં બાઈબલ અને બાઈબલની ભાષાઓ શીખવતો હતો (૧૯૭૪-૧૯૯૨). તે ૨૦૧૪ માં પ્રભુની સાથે ૮૬ વર્ષની ઉંમરે સદા રહેવાને ચાલ્યો ગયો.

જેક અને તેની પત્ની, અગાઉ જોઆન વિલકિનસન ચાર સંતાનો, આંઠ પૌત્રોપૌત્રીઓ તથા છ પ્રપૌત્રો તથા પ્રપૌત્રીઓથી આશીર્વાદિત થયા હતાં.

Jack McKinney

બ્રુસ મેકલાર્ટી

બ્રુસ મેકલાર્ટી હાર્ડિંગ યુનિવર્સિટીના અધ્યક્ષ છે. તેમણે બાઇબલમાં B.A. ની ડિગ્રી સાથે હાર્ડિંગ યુનિવર્સિટીમાંથી સ્નાતકની અને હાર્ડિંગ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ રિલિજીઅનમાંથી M.Th. ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમને એશલેન્ડ, ઓહિયોની એશલેન્ડ થિયોલોજિકલ સેમિનરી તરફથી  D.Min ની ડિગ્રી આપવામાં આવી હતી. 1999 માં તેમને બાઇબલમાં હાર્ડિંગ્સ “આઉટસ્ટેન્ડિંગ એલ્યુમિનસ” નામથી બીરદાવવામાં આવ્યા હતાં. મેકલાર્ટી, આ શ્રેણી માટે મંત્રાલય અનુભવોનો એક ખજાનો પ્રદાન કરે છે. તેમણે આરકાન્સાસ, મિસિસિપી અને ટેનેસી ચર્ચ માટે પ્રચાર કર્યો છે. બે વર્ષ માટે તે અને તેમના કુટુંબીઓ મેરુ, કેન્યામાં મિશનરીઓ હતા. 1991 થી 2005 સુધી તેઓએ સિયરસી, અરકાનસાસમાં કોલેજ ચર્ચ ઓફ ક્રાઇસ્ટ માટે પલ્પિટ(વ્યાસપીઠ પ્રધાન) મિનિસ્ટર તરીકે ફરજ બજાવી હતી. તેમને અને તેમની પત્ની એનને ચેરિટી અને જેસિકા નામક બે પુત્રી છે.
Bruce McLarty

એડવર્ડ પી. મ્યેર્સ

એડવર્ડ પી મ્યેર્સ સિયરસી, અરકાનસાસમાં હાર્ડિંગ યુનિવર્સિટી ખાતે બાઇબલ અને ખ્રિસ્તી સિદ્ધાંતના પ્રોફેસર છે. તેમણે ટેક્સાસ, ઓકલાહોમા, ઓહિયો, પશ્ચિમ વર્જિનિયા, ટેનેસી અને અરકાનસાસમાં મંડળો માટે મિનિસ્ટર તરીકે ફરજ બજાવી છે. તેઓ લ્યુથર રાઇસ સેમિનરીમાંથી D.Min અને ડ્રૂ યુનિવર્સિટીમાંથી Ph.D.ની ડિગ્રી ધરાવે છે. તેઓ અ સ્ટડી ઓફ એન્જલ્સ, એવિલ એન્ડ સફરિંગ અને આફટર ધિસ થીંગ્સ આઈ સો: અ સ્ટડી ઓફ રિવેલેશન સહિત અનેક પુસ્તકોના લેખક છે. તેમને અને તેમની પત્ની જેનિસને કેન્ડી, ક્રિસ્ટી અને કેરોલીન નામક ત્રણ પુત્રી છે.
Edward P. Myers

ઓવેન ડી. ઓલ્બ્રિચ્ટ

ઓવેન ડી ઓલ્બ્રિચ્ટનો જન્મ થાયર, મિસૌરીમાં થયો હતો અને તેઓ હાર્ડિંગ યુનિવર્સિટીમાં ભણ્યા હતા જ્યાંથી તેમણે ભાષણમાં BA ની ડિગ્રી મેળવી હતી. તેમણે હાર્ડિંગ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ રિલિજીઅનમાંથી બાઇબલમાં M.A. અને M.R.E. ની ડિગ્રી પણ મેળવી છે. 1980 માં હાર્ડિંગે તેમને બાઇબલમાં “આઉટસ્ટેન્ડિંગ એલ્યુમિનસ” એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ઓલ્બ્રિચ્ટે તેમનું મોટા ભાગનું જીવન મંત્રાલયમાં વિતાવ્યું છે. તેઓએ આરકાન્સાસ, મિસૌરી, અને ન્યુ જર્સીમાં ચર્ચ માટે લોકલ મંત્રાલયમાં કામ કર્યું છે. 1964 માં તેમણે અમેરિકામાં ઉત્તરપૂર્વ/દક્ષિણપૂર્વમાં પ્રચાર-આંદોલન સાથે કામ કરવાનું શરૂ કર્યું. આ પ્રયાસો ત્રણ સો કરતાં વધુ પ્રચાર-આંદોલન અને ત્રણ હજાર બાપ્તિસ્મા માં પરિણમ્યા હતા. બધું સાથે મળીને તેમણે ઇંગ્લેન્ડ, યુક્રેઇન, રશિયા, કેનેડા, મેક્સિકો, હૈતી, જમૈકા, વેનેઝુએલા અને અમેરીકાના ત્રીસ સ્ટેટમાં ઇવાન્જેલિસ્ટિકના (લોકોને ખ્રિસ્તી ધર્મ તરફ વાળવા માટેનો પ્રચાર) પ્રયત્નો કર્યા છે.

Owen D. Olbricht

માર્ટેલ પેસ

માર્ટેલ પેસનો જન્મ અરકાનસાસમાં અને ઉછેર ફ્લિન્ટ, મિશિગનમાં થયો હતો. તેમણે 1952 માં, સત્તર વર્ષની ઉંમરે તેમના પ્રથમ ઉપદેશનો પ્રચાર કર્યો હતો અને 1956 થી તેમણે સંપૂર્ણ સમય પ્રચાર કરવાનું શરૂ કર્યું હતું. પ્રચારના પચાસ કરતા વધુ વર્ષમાં તેમણે પેસે, અરકાનસાસ, મિશિગન, મિસૌરી, અને અલાબામામાં મંડળોને સેવા આપી છે. હાલમાં તેઓ મોન્ટગોમરી, એલાબામા ખાતે યુનિવર્સિટી ચર્ચ ઓફ ક્રાઇસ્ટ ખાતે ઈન્વોલ્વમેન્ટ મિનિસ્ટર તરીકે સેવા આપે છે અને મોન્ટગોમરી, એલાબામા ખાતે ફોલ્કનર યુનિવર્સિટીમાં વી.પી. બ્લેક કોલેજ ઓફ બાઇબલિકલ સ્ટડિઝમાં અડધો સમય ભણાવે છે. પેસે હેન્ડરસન, ટેનેસીમાં ફ્રીડ-હાર્ડમેન યુનિવર્સિટી; સિયરસી, અરકાનસાસમાં હાર્ડિંગ યુનિવર્સિટી; મેમ્ફિસ, ટેનેસીમાં હાર્ડિંગ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ રિલિજીઅન; અને મોન્ટગોમરી, એલાબામા રિજીઅન્સ યુનિવર્સિટી (અગાઉ દક્ષિણ ક્રિશ્ચિયન યુનિવર્સિટી) ખાતે અભ્યાસ કર્યો છે. તેઓ B.A., M.A. અને M.Div  ની ડિગ્રી ધરાવે છે. તેઓ  થર્ડ ઈન્કારનેશન ના લેખક છે. માર્ટેલ અને તેમના પત્ની ડોરિસને ત્રણ બાળકો અને નવ પૌત્રો છે.

Martel Pace

ડેની પેટ્રિલો

ડેની પેટ્રિલો, ડેન્વરની બેર વેલી બાઇબલ ઈંસ્ટિટ્યુટના અધ્યક્ષ છે. તેઓ ત્યાં વિદ્યાર્થી પણ હતા અને તેમણે યોર્ક કોલેજ, હાર્ડિંગ યુનિવર્સિટી, અને હાર્ડિંગ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ રીલિજીઅનમાંથી પણ A.A., B.A., અને MA ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેમણે તેમનાં ધાર્મિક અભ્યાસમાં  Ph.D ની ડિગ્રી યુનિવર્સિટી ઓફ નેબ્રાસ્કામાંથી પ્રાપ્ત કરી હતી. પેટ્રિલોએ તેમની કારકિર્દી પ્રચાર અને શિક્ષણને સમર્પિત કરી છે. તેમણે મિસિસિપીમાં સંપૂર્ણ સમય પ્રચાર કર્યો છે અને યુનાઇટેડ સ્ટેટ્સ અને અનેક અન્ય દેશ જેમ કે જર્મની, સ્પેઇન, પનામા, અર્જેન્ટીના, આફ્રિકા અને યુક્રેઈનમાં 300 થી વધુ ગોસ્પેલ બેઠકો અને પરિસંવાદો યોજ્યા છે. ડૉ. પેટ્રિલોએ મેગ્નોલિયા બાઇબલ કોલેજ, યોર્ક કોલેજ અને ડેન્વરની બેર વેલી બાઇબલ ઈંસ્ટિટ્યુટ ખાતે બાઇબલ ભણાવ્યું છે. પેટ્રિલોના કાર્યમાં હઝકિયેલની પુસ્તક, 1, 2 તિમોથી અને તિતસ, અને નાના પયગંબરોની અભ્યાસ માર્ગદર્શિકા પર કમેન્ટ્રીનો સમાવેશ થાય છે.

તેમને અને તેમના પત્ની કેથીને લાન્સ, બ્રેટ અને લૌરા નામક ત્રણ સંતાનો  છે.

Denny Petrillo

નિએલ ટી. પ્રાયર

સ્વર્ગસ્થ નિએલ ટી પ્રાયરે Th.D. ની ડિગ્રી ન્યૂ ઓર્લિયન્સ બાપ્ટિસ્ટ સેમિનરીમાંથી પ્રાપ્ત કરી હતી. તેઓ પિસ્તાલીસ વર્ષ સુધી હાર્ડિંગ યુનિવર્સિટી ખાતે બાઇબલના એક નામાંકિત પ્રોફેસર હતા અને તે સમયે બાઇબલ વિભાગના ચેરમેન અને શૈક્ષણિક બાબતોના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવી હતી. પ્રાયર, યુ કેન ટ્રસ્ટ યૉર બાઇબલ પુસ્તકનાં લેખક છે. આ વર્ષો દરમિયાન તેઓએ ચાલીસ સ્ટેટમાં પાંચસોથી વધારે ગોસ્પેલની બેઠકોમાં ઉપદેશ આપ્યા હતા. તેઓ  સિયરસીમાં કોલેજ ચર્ચ ઓફ ક્રાઇસ્ટના વડીલ હતા. તે અને તેમના પત્ની ટ્રેવા એકાવન વર્ષનાં લગ્ન સંબંધથી જોડાયેલા હતા. તેમને એલન (સ્વર્ગસ્થ) અને લોરી નામક બે બાળકો છે.

Neale T. Pryor

ડેવિડ આર. રેચ્ટીન

ડેવિડ આર રેચ્ટીન પિસ્તાલીસ વર્ષથી પ્રચાર કરે છે અને તે છેલ્લા ત્રીસ વર્ષથી ટેક્સાસમાં ક્લાર્ક રોડના ડંકનવિલેના મંડળને સેવા આપે છે જે અગાઉ સેનર એવન્યુ ચર્ચ ઓફ ક્રાઇસ્ટ થી જાણીતુ હતુ. તેમણે બાઇબલના અભ્યાસને મુખ્યત્વે રાખી, અબિલેને ક્રિશ્ચિયન યુનિવર્સિટી માંથી M.A. ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. “કેવી રીતે ઈશ્વરની ઇચ્છાને નક્કી કરવી” અને “કેવી રીતે ઈશ્વર સાથે સંબંધ કેળવવો” તેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરતાં પ્રવચન આપ્યાં છે. તેમને અને તેમની પત્ની શેરોનને જેમ્સ અને ડેનિયલ નામક બે પુત્રો છે.

David R. Rechtin


કોય ડી. રોપર

ડૉ. કોય ડી. રોપરનો જન્મ ડિલ સિટી, ઓક્લાહોમામાં થયો હતો. તેમના જીવનના લાંબા મંત્રી કાળ દરમિયાન તેમણે પ્રચારક, શિક્ષક અને લેખક તરીકે ફરજ બજાવી છે. અબિલેને ક્રિશ્ચિયન યુનિવર્સિટી માંથી બાઇબલ માં B.S. ડિગ્રી (1958) સાથે સ્નાતક થયા બાદ તેમણે માધ્યમિક શિક્ષણમાં M.T. ની ડિગ્રી નોર્થઈસ્ટર્ન સ્ટેટ યુનિવર્સિટી માંથી (1966) મેળવી હતી. ત્યારબાદ રોપરે બાઇબલ અને મિશનમાં M.S. એબિલેન ક્રિશ્ચિયન યુનિવર્સિટી (1977) માંથી પૂર્ણ કર્યું હતુ અને તેઓએ તેમનું Ph.D. જુના કરારને (1988)મુખ્યત્વે રાખી, યુનિવર્સિટી ઓફ મિશિગનના નીયર ઇસ્ટર્ન સ્ટડીઝ વિભાગમાં સમાપ્ત કર્યુ હતુ. રોપરે M.A.ની ડિગ્રી ગ્રીકને મુખ્યત્વે રાખી હેરિટેજ ક્રિશ્ચિયન યુનિવર્સિટી (2007) માંથી મેળવી હતી. રોપરે ચાર્લી, ટેક્સાસ સ્થિત ચર્ચ માટે 1955 થી પ્રચાર કરવાનું શરૂ કર્યું હતું. તે સમય થી તેઓ ઓક્લાહોમા, ટેનેસી, મિશિગન, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં પ્રચાર કરે છે. આ ઉપરાંત, તેઓએ વેસ્ટર્ન ક્રિશ્ચિયન કોલેજ, મેક્વાયર સ્કુલ ઓફ પ્રિચિંગ (ઉત્તર રાઇડ, ઓસ્ટ્રેલિયા), મિશિગન ક્રિશ્ચિયન કોલેજ, લિપ્સ્કોમ્બ યુનિવર્સિટી અને હેરિટેજ ક્રિશ્ચિયન યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરાવ્યો છે.  2000 થી 2005 સુધી રોપરે, હેરિટેજ ક્રિશ્ચિયન ખાતે સ્નાતક અભ્યાસના ડિરેક્ટર તરીકે ફ્રરજ બજાવી હતી. હાલમાં તેઓ ટ્રેન્ટ ચર્ચ ઓફ ક્રાઇસ્ટ (ટ્રેન્ટ, ટેક્સાસ) માટે પ્રચાર કરે છે અને સિયરસી, અરકાનસાસનાં Truth for Today માટે લખે છે. કોય અને તેમની પત્ની શારલોટને ત્રણ બાળકો અને દસ પૌત્રો છે.

Coy D. Roper

ડેવિડ એલ. રોપર

ડેવિડ એલ. રોપરનો જન્મ અને ઉછેર ઓક્લાહોમામાં થયો હતો, તેઓ અબિલેને ક્રિશ્ચિયન યુનિવર્સિટીમાં ભણ્યા હતા અને બાઇબલમાં BS અને MS ની ડિગ્રી મેળવી છે. રોપરે અઢાર વર્ષની ઉંમરથી તેમની પ્રચાર કારકિર્દીની શરૂઆત કરી હતી અને ઓક્લાહોમા, ટેક્સાસ અને અરકાનસાસના સાત મંડળોમાં પુર્ણ સમય માટે પ્રચારકનું સ્થાન મેળવ્યુ હતુ. તેમણે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, ઇટાલી, તુર્કી, જાપાન અને રોમાનિયા સહિત વિશ્વના અન્ય દેશમાં પણ ગોસ્પેલનો પ્રચાર કર્યો છે. 1968 થી 1977 સુધી રોપર અને તેમના કુટુંબે સિડની, ઓસ્ટ્રેલિયામાં મિશનરી તરીકે  એક સ્થાનિક મંડળ અને મેક્વેરી સ્કુલ ઓફ પ્રિચિંગ સાથે કામ કર્યું હતું. રોપરે અનેક નિબંધો, પુસ્તક અને પુસ્તિકા લખી છે. તેમના લખાણોમાં ધ ડે ક્રાઇસ્ટ કેમ (અગેઇન)પ્રેક્ટિકલ ક્રિશ્ચિયનિટી : સ્ટડિઝ ઈન ધ બુક ઓફ જેમ્સગેટીંગ સિરિઅસ અબાઉટ લવ અને થ્રુ ધ બાઇબલ નો સમાવેશ થાય છે. તેમણે ટીવી અને રેડિયો પર ખ્રિસ્તી કાર્યક્રમોનું આયોજન પણ કર્યુ છે. રોપરે એક સહયોગી સંપાદક તરીકે સેવા આપી હતી અને સિયરસી, અરકાનસાસ ના Truth for Today માટે લખવાનું ચાલુ રાખ્યું છે.

David L. Roper

ડોન શેકલફોર્ડ

ડોન શેકલફોર્ડ હાલમાં એક નિવૃત્ત બાઇબલ પ્રોફેસર છે જેમણે સિયરસી, અરકાનસાસની  હાર્ડિંગ યુનિવર્સિટીમાં ત્રીસ વર્ષ અભ્યાસ કરાવ્યો હતો. તેમણે ટેક્સાસમાં લૂબ્બોક ક્રિશ્ચિયન યુનિવર્સિટી ખાતે બાઇબલ વિભાગના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી હતી. મૂળ જોપ્લીન, મિસૌરીના શેકલફોર્ડ ઓક્લાહોમા ક્રિશ્ચિયન યુનિવર્સિટીમાં ભણ્યા હતા અને ડેવિડ લિપ્સ્કોમ્બ યુનિવર્સિટી ખાતે તેમણે અંડરગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી હતી. તેઓ B.D. અને Th.D. ની ડિગ્રી મેળવવા માટે ન્યૂ ઓર્લિયન્સ બાપ્ટિસ્ટ થિયોલોજીકલ સેમિનરીમાં ભણ્યા હતા. એક મિનિસ્ટર તરીકે શેકલફોર્ડે ઓક્લાહોમા, ટેનેસી, ટેક્સાસ અને લ્યુઇસિયાનામાં મંડળો માટે પ્રચાર કર્યો હતો. તેમણે પાલેર્મો, સિસિલી અને ફ્લોરેન્સ, ઇટાલીમાં એક મિશનરી તરીકે પણ સેવા આપી હતી. તેમણે પચ્ચીસ કરતાં વધુ વર્ષ માટે સિયરસી, આર્કાન્સાસના ક્લોવર્ડેલ ચર્ચ ઓફ ક્રાઇસ્ટના વડીલ તરીકે સેવા આપી હતી. હાર્ડિંગ યુનિવર્સિટી ખાતે શેકલફોર્ડ બાઇબલના પ્રોફેસર અને આંતરરાષ્ટ્રીય અભ્યાસનાં ડીન રહ્યા હતા. હાલમાં, તેઓ Truth for Today માટે જુના કરારના સલાહકાર તરીકે સેવા આપે છે, સંલગ્ન પ્રાધ્યાપક તરીકે હાર્ડિંગમાં ભણાવે છે અને મોન્ટગોમરી, એલાબામા ખાતે સાઉથર્ન  ક્રિશ્ચિયન યુનિવર્સિટી માટે જુના કરારના સ્નાતક કોર્સ ભણાવે છે. તેઓ અ સર્વે ઓફ ચર્ચ હિસ્ટ્રિના લેખક છે અને તેમણે લૂબ્બોક ક્રિશ્ચિયન અને હાર્ડિંગ બંન્ને માટે વ્યાખ્યાતાના પુસ્તકો સંપાદિત કર્યા છે. તેમના લેખ ગોસ્પેલ એડવોકેટ, રિસ્ટોરેશન ક્વાર્ટરલી, ફર્મ ફાઉન્ડેશન, પાવર ફોર ટુડે, અને ક્રિશ્ચિયન ક્રોનિકલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.

ડોન અને તેમના પત્ની જોય્સને પાંચ બાળકો અને પંદર પૌત્રો છે.

Don Shackelford

ડુએન વોર્ડન

ડૉ. ડુએન વોર્ડન, જેઓ આ શ્રેણી માટે નવા કરારના સહયોગી રહ્યા છે તેમનો જન્મ ફ્રેન્કલિન, અરકાનસાસમાં થયો હતો અને ઉછેર ફ્લિન્ટ, મિશિગનમાં થયો હતો. તેમણે A.A.ની ડિગ્રી ફ્રીડ-હાર્ડમેન યુનિવર્સિટીમાંથી, B.A. ની ડિગ્રી હાર્ડિંગ યુનિવર્સિટીમાંથી, M.A.R. ની ડિગ્રી હાર્ડિંગ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ સ્કુલ ઓફ રેલિજીઅનમાંથી અને નવા કરારમાં Ph.D. ની ડિગ્રી ડ્યુક યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. વધુમાં ડૉ. વોર્ડને શાસ્ત્રીય અભ્યાસમાં પોસ્ટ ડોક્ટરલ કોલંબિયા યુનિવર્સિટી અને એથન્સ, ગ્રીસની ધ અમેરિકન સ્કુલ ઓફ ક્લાસિકલ સ્ટડિઝ ખાતે પૂર્ણ કર્યું હતું. ડૉ. વોર્ડને ઓહિયો વેલી યુનિવર્સિટી તેમજ હાર્ડિંગ યુનિવર્સિટી ખાતે બાઇબલ ફેકલ્ટીમાં સેવા આપી હતી. તેઓ ઓહીયો વેલીમાં (1986-1993) બાઇબલ વિભાગના ચેરમેન અને હાર્ડિંગમાં (1996-2005) કોલેજ ઓફ બાઇબલ એન્ડ રિલિજીઅનના સહયોગી ડીન રહ્યા હતા. તેમણે એમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે નવા કરારના પ્રોફેસર તરીકે અભ્યાસ કરાવાનું ચાલુ રાખ્યું છે. શિક્ષણ ઉપરાંત, ડૉ વોર્ડને સેવાના તેમના કાર્યસમય દરમિયાન મંત્રાલયમાં કાર્ય કર્યું છે. તેમણે પશ્ચિમી વર્જિનિયા, વર્જિનિયા અને અરકાનસાસમાં સંપૂર્ણ સમય ફાળવી પ્રચાર કર્યો છે; ઓહિયો વેલી અને હાર્ડિંગ માટે શિક્ષણ આપતા સમયે તેઓએ અડધો સમય મંત્રાલયને સેવા આપી હતી. હાલમાં તેઓ વેલ્વેટ રિજ ચર્ચ ઓફ ક્રાઇસ્ટ ખાતે પ્રચાર કરી રહ્યાં છે.

ડૉ. વોર્ડને વિદ્વતાપૂર્ણ પ્રકાશનોમાં વિવિધ નિબંધો અને લેખો પ્રકાશિત કર્યા છે, જેમાં ઈન્ટરપ્રિટેશન ઓફ બાઇબલ:સ્ટડિઝ ઈન ઓનર ઓફ જેક પી લેવિસક્લાસિકલ ફિલોલોજીરિસ્ટોરેશન ક્વાર્ટરલી અને જર્નલ ફોર ધ એવેન્જેલિકલ થિયોલોજિકલ સોસાયટી નો સમાવેશ થાય છે. તેમણે Truth for Today, ગોસ્પેલ એડવોકેટફર્મ ફાઉન્ડેશન અને ક્રિશ્ચિયન ક્રોનિકલ માટે પણ લખાણ કર્યુ છે.

તેમને અને તેમની પત્ની જેનેટને એક પુત્ર, ડેવિડ એમ. વોર્ડન અને એક પાલક પુત્ર ડેવિડ. એ માર્ટિન છે.

Duane Warden