માથ્થી ૧-૧૩
માથ્થીની લખેલી સુવાર્તા નવા કરારનો આરંભ કરતાં ઈસુનો પરિચય આપે છે, એ ઈસુ કે જે જૂના કરારમાં આપવામાં આવેલાં વચનો અને ભવિષ્યવાણીઓને પૂરાં કરવા આવ્યા. આ વિવેચનમાં શરૂઆતના અડધા વિવેચન સુધી, સેલર્સ. એસ. ક્રેઈન, જૂનિ. રાજાના જન્મ અને તેમના આવનાર રાજ્ય અંગેના શિક્ષણને લગતા બનાવોની ચકાસણી કરે છે. તે બતાવે છે કે ઈસુ પ્રત્યે લોકોનો પ્રતિભાવ એક વંટોળની જેમ કેવી રીતે વિકસવા લાગ્યો. અને તેના પરિણામોનો ત્યારબાદના અભ્યાસક્રમમાં, એટલે કે માથ્થી ૧૪-૨૮માં સમાવેશ કરવામાં આવ્યો છે.