“જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસને સોંપી દે” (2 તિમોથી 2:2).
Through the Scriptures એ સિયરસી, અરકાનસાસ સ્થિત વિશ્વમાં ખ્રિસ્તી ધર્મ પ્રચાર માટે સમર્પિત એક બહુવિધ બિનનફાકારક સંસ્થા Truth for Today નું કાર્ય છે. તે એડી ક્લોર દ્વારા નિર્દેશિત છે જે હાર્ડિંગ યુનિવર્સિટી ખાતે બાઇબલ અને ઉપદેશ કોર્સના પ્રોફેસર છે, TFT ઈશ્વરના પવિત્ર ઘર્મગ્રંથો શ્રધ્ધાથી શીખવવા માટે પ્રયત્ન કરે છે.
અનુભવી મિશનરીઓ એ વાત સાથે સહમત થાય છે કે વિશ્વભરમાં સ્થાપેલા મંડળોના અસ્તિત્વ અને તેનો આધ્યાત્મિક વિકાસ ગુણવત્તાયુક્ત બાઇબલના અભ્યાસ સાહિત્યની ઉપલબ્ધતા પર આધાર રાખે છે. Truth for Today આ જરૂરિયાતને પહોંચવા માટે સમર્પિત છે.
વિશીષ્ટ સાહિત્યની માર્ગદર્શિકા તે રીતે તૈયાર કરવામાં આવી છે કે શિક્ષણ સાહિત્ય ખ્રિસ્તી ધર્મના નવા કરારના પુનઃસ્થાપન સાથે સુમેળમાં હોય. ખાસ કરીને, (અ) આ સાહિત્ય નવા કરારના ચર્ચને આદર અને પ્રોત્સાહન આપવા માટે છે અને કોઈપણ રીતે સાંપ્રદાય માટે મંજૂરી અથવા ભલામણ કરતુ નથી; એટલે કે, માણસ દ્વારા બનાવવામાં આવેલી ધાર્મિક સંસ્થાઓ; (બ) આ સાહિત્ય મૂળભૂત, સલામત, અને વ્યવહારુ રીતે બાઇબલના ઉપદેશના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરતુ હોવુ જોઈએ; (ક) ગ્રંથોમાં શીખવવામાં આવ્યું છે તેમ આ સાહિત્ય હંમેશા પાપની ક્ષમા માટે બાપ્તિસ્મા, ઈસુ ખ્રિસ્તની કબૂલાત, વિશ્વાસ અને પસ્તાવા દ્વારા મોક્ષના માર્ગ પર સ્પષ્ટ હોવુ જોઈએ; (ડ) આ સાહિત્ય નવા કરારની પધ્ધતિ મુજબ ઈશ્વરની ભક્તિને પ્રોત્સાહન આપતુ હોવુ જોઈએ અને કોઇપણ પ્રકારના માનવ સંશોધનને કોઇપણ પ્રકારની મંજૂરી વ્યક્ત કરતુ ન હોવુ જોઈએ; (ઈ) આ સાહિત્ય અનૂકુળ રીતે કોઇપણ સંસ્કૃતિમાં લાગુ પડી શકે છે તેવા શાશ્વત સિદ્ધાંતો સાથે નવા કરારના સાર્વત્રિક ખ્રિસ્તી ધર્મ માટે દલીલનો વિરોધ કરે છે તે જ રીતે અમેરિકન ખ્રિસ્તી ધર્મ માટે પણ દલીલ કરતુ ન હોવુ જોઈએ.