ખ્રિસ્તનું જીવન, ભાગ ૨
સુવાર્તાઓની ઘટનાઓનું વાચન પ્રત્યેક ખ્રિસ્તીને હચમચાવવું જોઈએ. ઈસુના જીવનની ઘટનાઓને, એ જ તે સમયગાળામાં બની હતી તેણે સમયની હારમાળામાં ગોઠવવા દ્વારા, ડેવિડ એલ. રોપર આપણને શિક્ષણના અનુભવમાં લઈ જાય છે, કે જે ઈસુના નોંધાયેલા જીવનના તમામ ભાગોને દર્શાવે છે, એમના શબ્દોને, વાર્તાલાપને અને દૈનિક જીવનમાં લાગુ થતા કૃત્યોને સમાવી લે છે, અને ખ્રિસ્ત જે રીતે જીવન જીવ્યા તે પ્રકારે જીવન જીવવા પડકાર ફેંકે છે. રોપર, પેલેસ્ટાઇનની ભૂગોળ, એના લોકોની રીતભાત અને રીત-રિવાજો તેમજ જે લોકો ઈસુની ચારે બાજુ ઘેરાયેલા હતા એવા અનેકવિધ લોકસમૂહના શબ્દચિત્ર દ્વારા ખ્રિસ્તના જીવનને આપણા હૃદયોમાં સળગતું બનાવે છે. આ અભ્યાસક્રમ, પિતા તરફથી આપણે માટે ખ્રિસ્ત જે સંદેશાઓ લાવ્યા તે રજુ કરે છે, એટલું જ નહિ પરંતુ સ્થળો અને ધ્વનિ, ધૂળ તેમજ જીવન ધોરણો, દિવસો અને રાત્રીઓ, તેમના જીવનની આજુ બાજુ રચાયેલા છે. જે કોઈ આ અભ્યાસક્રમના શાસ્ત્રભાગોને વિચારપૂર્વક વાંચે છે તે વ્યકિત હવે પછી ક્યારેય એ પ્રમાણેની રહેતી નથી. ઈસુની સંગાથે ચાલ્યા પછી, એમના શિક્ષણને સાંભળ્યા પછી, એમના સમયગાળાના લોકોની સાથે વાર્તાલાપ કરતાં એમને નિહાળ્યા પછી અને તેમના મૃત્યુ અને ઉત્થાનની સાક્ષી આપ્યા પછી, એવી કઈ વ્યક્તિ કે જે બદલાણ પામ્યા સિવાય ના રહી શકે!