માથ્થી ૧૪—૨૮
માથ્થીની લખેલી સુવાર્તા ઈસુ ખ્રિસ્ત કે જે પૃથ્વી પર જૂનાકરારના વચનો અને પ્રબોધવાણીની પરિપૂર્ણતા માટે આવ્યા તેમને રજુ કરીને નવાકરારને ખૂલ્લો મૂકે છે. જેમણે ખ્રિસ્તને અપનાવી લીધાં તેમને ઈસુના રાજત્વ વિષે ગેરસમજૂતી ઉભી થઈ, અને જેમણે તેમનો નકાર કર્યો તે યહૂદીઓનો રાજા અને ઈશ્વરપુત્ર હોવાનો દાવો કરવાને લીધે તેમને વધસ્તંભે જડાવ્યા. એમના દ્વિતીય અર્ધ વિભાગના અભ્યાસમાં સેલર્સ એસ. ક્રેઈન, જુનિ. દર્શાવે છે કે ઈસુના દાવાઓ પાપ અને મૃત્યુમાંથી એમના વિજયની શંકાનું નિવારણ કરે છે.