૧ કરિંથી
કરિંથમાંના પ્રથમ સદીના ખ્રિસ્તીઓને આ પત્રમાં, પાઉલે ઘણા પ્રશ્નો સંબોધ્યા હતાં, જેમાં સાધારણ ભિન્નતાઓ સાથે આજની મંડળીને તકલીફ આપવાનું ચાલું રાખ્યું છે. દુવેઈન વોર્ડન (Duane Warden) નો કલમ-પછી-કલમનો અભ્યાસ શાસ્ત્રોક્ત લખાણમાંની મુશ્કેલ સમસ્યાઓને હાથે ધરે છે. અને આપણા પોતાના સમયમાં ખ્રિસ્તી જીવન જીવવા માટે વ્યવહારું લાગુકરણ લંબાવે છે.
આ મંડળીઓને ભાગલાઓ, અનૈતિક્તા, સૈદ્ધાંતિક ગૂંચવડો અને ભૌતિકતાએ મોટી પીડા આપી અને તેમના ઝઘડાઓનું એક મૂળ – અભિમાન- એ આપણામાં પણ સામાન્ય છે. પાઉલ જાણતો હતો કે મંડળીકિય સંઘર્ષોને જીતવાની ચાવી છે પ્રેમ, “અમૂર્તમાંથી નક્કરમાં રૂપાંતરિત.” તેની અધ્યાય ૧૩માંની છટાદાર અને પરિચિત ચર્ચામાં, પ્રેરિતે પ્રેમના પ્રકારની વ્યાખ્યા આપી અને વર્ણન કર્યું કે, આ લક્ષણો બતાવે છે કે ખ્રિસ્તના અનુયાયીએ જે પ્રેમ દ્વારા સાચે જ પ્રેત્સાહિત થયો છે તેણે બીજાઓ પત્યે કેવી રીતે વર્તવું જોઈએ. ખ્રિસ્તીઓ તરીકે ફકરામાં શીખવેલા સિદ્ધાંતોને આજે વળગી રહેવાથી ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવશે અને મંડળી પ્રેમાળ, એક શરીરરૂપ બની શકે છે જેની ઈસુએ કલ્પના કરી હતી અને તારવાને માટે પોતાનું જીવન આપી દીધું હતું.